Gujarat

રાણપુર તાલુકાના દેવળીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

દેવળીયા,પાટણા,બરાનીયા,બોડીયા,નાગનેશ અને માલણપુર ગામના લોકોએ આ સેવા સેતુ કાર્યક્રમ નો લાભ લીધો…
આજરોજ તા-૯-૪-૨૦૨૨ ને શનિવાર ના રોજ તાલુકા કક્ષાનો  સેવા સેતુ કાર્યક્રમ બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામે યોજાયો હતો.જેમાં આજુબાજુ ના સાત ગામો નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આધારકાર્ડ,રેશનકાર્ડ, આવક,જાતિ,ક્રિમીલેયર,સિનિયર સીટીઝન ના દાખલાઓ તેમજ આયુસ્ય માન ભારત તેમજ સરકારશ ની અનેક યોજનાઓ ની કામગીરી સ્થળ ઉપરવ જ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રાણપુરના મામલતદાર બી.પી.રાણા,તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા, રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,રાણપુર તાલુકા ભાજપના મહામંત્રી પ્રવિણ બાવળિયા ,તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન હીરાભાઇ ખાણીયા, ઉપપ્રમુખ ગોવિંદભાઇ ઠોળિયા,દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઇ સલૈયા તથા તમામ કચેરીઓના અધિકારીઓ કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા અને દેવળીયા,પાટણા,બરાનીયા,બોડીયા,નાગનેશ અને માલણપુર ગામના લોકોએ આ સેવા સેતુ કાર્યક્રમ નો લાભ લીધો હતો.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220409-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *