Gujarat

રાણપુર તાલુકાના માલણપુર ગામે નર્મદા કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પાણી ભરાયા,ઉભા પાકને નુકશાન

નર્મદા કેનાલમાં એટલુ મોટુ ગાબડુ પડ્યુ કે પાણી માલણપુર થી બોડીયા ગામ સુધી પહોચી ગયુ
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં છાસવારે નર્મદા કેનાલ માં ગાબડા પડવાની ઘટના બને છે અને ખેડુતોના ઉભા પાક ને ભારે નુકશાન થાય છે જેના કારણે ખેડુતોને અવાર-નવાર રાતાપાણી એ રોવાનો વારો આવે છે.રાણપુર તાલુકામાં જે નર્મદા કેનાલ બની છે તે કામમાં ભ્રષ્ટાચાર થયો છે નબળી ગુણવત્તા વાળુ કામ હોવાથી ગમે ત્યારે કેનાલ તુટે અને ખેડુતો ના ખેતરમાં પાણી ભરાય જાય અને ઉભા પાક ને મસમોટુ નુકશાન થાય છે ત્યારે આજરોજ રાણપુર તાલુકાના માલણપુર ગામે કેનાલમાં ગાબડું પડતા અંદાજે 300 વીઘા જમીનમાં પાણી ફળી વળતા ઉભા પાકને નુકસાન થયુ છે.બોટાદ શાખાની સુંદરીયાણા માઇનોર કેનાલમાં ગાબડુ પડતા ખેડૂતોના ઉભા પાક ધોવાયા છે બોટાદ શાખાની 10 નંબર ની એલ.ડી માઇનોર કેનાલ સુંદરીયાણા તરફ જતી કેનાલમાં માલણપુર ગામે ગાબડું પડતા ઉભા પાક ધોવાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને પાક લેવાનો વારો આવ્યો ત્યારે પાક ધોવાઇ જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે ખેતરમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે પાણી માં કપાસ , ઘવ , વરીયાળી , જાર,જીરૂ સહિતના પાકને નુકસાન થતા ખેડુતો ને હાથમાં આવેલો કોળીયો છીનવાય ગયો હોય તેવુ લાગી રહ્યુ છે….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20221113-151542.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *