જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ડી.કે.ચાવડા હાજર રહ્યા
36 માં નેશનલ ગેમ્સનું યજમાન રાજ્ય ગુજરાત બન્યું છે ત્યારે તેના પ્રચાર અને તેનાથી માહિતગાર વિદ્યાર્થીઓ થાય તે માટે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે ડી.એ.સ્કુલ ખાતે વિવિધ રમતો નું આયોજન કરવામાં આવ્યુ હતુ.બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા ની અધ્યક્ષતામાં તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ડી.કે.ચાવડા બોટાદના રાહદારી નીચે જુદી જુદી રમતોનું આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું જેમાં લેગ ક્રિકેટ ,કુદ, દોડ,કબડ્ડીઅને સંગીત ખુરશીની સમાવેશ કરેલ તેમાં 225 વિદ્યાર્થીઓએ રમતમાં ભાગ લીધો હતો આ પ્રસંગે કેશુભાઈ પંચાળા, ડી.કે. ચાવડા તથા સ્કુલના આચાર્ય વી.ટી.લાખાણી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું જેથી લોકો રમતથી માહિતગાર થાય અને છેલ્લે જિલ્લા સદસ્ય દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વીજય થયેલા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ઇનામનું વિતરણ કરવામાં આવ્યુ હતુ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


