Gujarat

રાણપુર પાસે આવેલ લોયાધામ ખાતે શરદપૂર્ણિમાં ની ભવ્ય ઉજવણી કરાઈ

બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ લોયાધામમાં તારીખ ૯-૧૦-૨૦૨૨, રવિવાર ના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કૃપા અને પ.પુ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ખુબ ધામધૂમથી શરદપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો.આસપાસના વિસ્તારોથી ખુબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.ભગવાનને કેન્દ્રમાં રાખી સનાતન ધર્મની મર્યાદાને લક્ષ્યમાં રાખી સહુ ભક્તોએ રાસનો આંનદ માણ્યો હતો.આજના દિવસે જેમ ચંદ્ર સોળે કળાએ ખીલે છે તેવી જ રીતે ભક્તોની ભક્તિ સોળેય કળાએ લોયાધામમાં ખીલી હતી.રાસોત્સવના અંતે પુ.શાસ્ત્રીજી સ્વામીએ હરિભક્તોને આશીર્વાદ આપતા જણાવ્યું કે આપણી ભક્તિથી ભગવાન રાજી થાય છે.ભગવાન ભાવના ભૂખ્યા છે.સંપત્તિના નહિ માટે કોઈ પણ ક્રિયા કરીએ તેમાં હૃદયનો ભાવ શુદ્ધ રાખી ભગવાને રાજી કરવા.આજે શાસ્ત્રીય રીતે ખુબ માહાત્મ્ય એવા દૂધ – પૌવાનો પ્રસાદ ગ્રહણ કરી અંતે ઉત્સવના સંસ્મરણો લઇ સહુ છુટા પડ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221010-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *