Gujarat

રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા વેપારી,નાગરીકો અને વરીષ્ટ આગેવાનોની યોજાયેલ મિટીંગનો ફિયાસ્કો  

1000 જેટલી આમંત્રણ પત્રિકા વહેચી પણ મિટીંગમાં ગણ્યા-ગાઠ્યા લોકો જ હાજર રહ્યા..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા વેપારી અને વરીષ્ટ આગેવાનોની મિટીંગ નું આયોજન મનુભાઈ શેઠ સ્કુલમાં કરવામાં આવ્યુ હતુ.રાણપુર ગ્રામ પંચાયત દ્વારા રાણપુર શહેરમાં વિકાસ કેવી રીતે કરવો,શુ કરવા થી રાણપુર નો વિકાસ થાય,કેવી કામગીરી થી રાણપુર સ્વચ્છ બને તે માટે વેપારીઓ,નાગરીકો અને આગેવાનો નો અભિપ્રાય લેવા માટે આ મિટીંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.1 હજાર જેટલી આમંત્રણ પત્રિકાઓ વેપારીઓને તથા આગેવાનોને ગ્રામ પંચાયત ના સ્ટાફ ના માણસો રૂબરૂ આપવા ગયા હતા.અને મિટીંગ માં ફકત ગણ્યા-ગાઠ્યા લોકો જ હાજર રહ્યા હતા.રાણપુર શહેરના વેપારીઓ,રાજકીય આગેવાનો અને સામાજીક આગેવાનો અને વરીષ્ટ નાગરીકોને આમંત્રણ આપવા છતા કોઈ પ્રતિષ્ઠીત વ્યક્તિ આ મિટીંગ માં જોવા મળ્યા નોતા.અને ગ્રામ પંચાયતના સભ્યો,ગ્રામ પંચાયતના કર્મચારીઓ સહીત ફક્ત 70 થી 80 જેટલા લોકો જ હાજર રહ્યા હતા
 જેટલા લોકો હાજર એટલા લોકો વચ્ચે આ મિટીંગ કરી રાણપુરના વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી અને લોકોએ પોતાના સુચનો કહ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220719-165512.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *