ગુજરાત પ્રદેશ ભાજપના પુર્વ પ્રવક્તા ભરત પંડ્યા,રાજેસ્થાનના ધારાસભ્ય છગનસિંહ,ભાજપના ઉમેદવાર કાળુભાઈ ડાભીની ઉપસ્થિતીમાં ભવ્ય સંમેલન યોજાયુ…
ગુજરાત વિધાનસભાની ચુંટણી ચુંટણી હવે અંતિમ તબક્કા માં પહોચી છે તા:૧-૧૨-૨૦૨૨ અને તા:૫-૧૨-૨૦૨૨ ના રોજ બે તબક્કામાં ચુંટણી યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ વિધાનસભામાં તાલુકા કક્ષાએ બુથ-પેજ પ્રમુખ સંમેલન નું આયોજન કરવામાં આવી રહ્યુ છે અને ભાજપના ઉમેદવાર ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ૫૯ ધંધુકા વિધાનસભામાં આવતા રાણપુર શહેરમાં ખાદી ગ્રામોદ્યોગ ભંડાર ખાતે રાણપુર તાલુકાનું ભવ્ય બુથ-પેજ પ્રમુખ સંમેલન યોજાયુ.ગુજરાત પ્રદેશ ભાજપના પુર્વ પ્રવક્તા અને પુર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડયાની ઉપસ્થિતીમાં આ સંમેલન યોજાયુ હતુ.આ સંમેલન માં રાણપુર તાલુકાના વિવિધ ગામોમાંથી ૧૫૦૦ કરતા વધુ બુથ અને પેજ પ્રમુખ હાજર રહ્યા હતા.૧૫૦૦ કરતા વધુ બુથ-પેજ પ્રમુખ ને ભરતભાઈ પંડ્યા દ્વારા ચુંટણી કઈ રીતે ભાજપ તરફી વધુ માં વધુ મતદાન કરાવવુ તે અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ સંમેલનમાં ૫૯ ધંધુકા વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને ગુજરાત કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી એ બુથ-પેજ પ્રમુખ ને સંબોધન કરી કાળુભાઈ ડાભી ને વધુ માં વધુ મત અપાવવા માટે આહવાન કર્યુ હતુ.આ કાર્યક્રમમાં રાજેસ્થાનના ધારાસભ્ય છગનસિંહ,પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર સહીત રાણપુર તાલુકા ભાજપના હોદ્દેદારો,આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


