બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ મોડેલ સ્કુલ ખાતે શાળાના આચાર્ય કે.એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા વિવિધ જાતના 100 કરતા વધારે વૃક્ષ અને ફૂલછોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.વાવેતર કરેલ ફૂલછોડ અને વૃક્ષનું જતન અને સંવર્ધન થાય તે માટે શાળાના શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ડૉ.ડી.ડી. પરમાર, એન.બી.મારવાડી,જી.જી. પરમાર, ડી.એસ. પરમાર, એમ.જી. સંઘરિયાત, યુ.એ મનસુરી, ડી.એચ. આખજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

