બોટાદ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા(IPS)દ્વારા સમગ્ર જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતી અટકાવવાની સુચના આપવામાં આવેલ હોય તે મુજબ ડી.વાય.એસ.પી-એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.એચ.ભટ્ટ ની સૂચના મુજબ રાણપુર પોલીસ સ્ટાફના ગોબરભાઈ મેવાડા,ગભરૂભાઈ સરૈયા,અજીતભાઈ ચાંચીયા સહિત પોલીસ સ્ટાફના માણસો રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાણપુર શહેરના બસ સ્ટેશન પાસે પહોંચતા પોલીસને ખાનગી માં બાતમી મળેલ કે રાણપુર પોલીસ સ્ટેશનની સામે આવેલી ગુરુકૃપા કોમ્પ્લેક્સ પાસે જાહેર રસ્તા ઉપર બે ઈસમો આઈ.પી.એલ. ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ની મેચ રમનાર હોય જેની ઉપર હારજીતનો જુગાર રમાડી રહ્યા છે જે બાતમીના આધારે રાણપુર પોલીસ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા બે ઈસમો આઈ.પી.એલ ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા હતા.પોલીસે બે ઈસમો પાસેથી એક મોબાઇલ કિંમત રૂ 3500 તેમજ રોકડ રકમ રૂપિયા 2450 મળી કુલ રૂપિયા 4,950 રૂપિયાના મુદ્દામાલ સાથે ચાચકા ગામના રમેશભાઈ લેરખડીયા અને ધારપીપળા ગામના વિક્રમભાઈ ધરજીયાને ઝડપી લઈ આગળની કાર્યવાહી પો.કો.-જી.વી.મેવાડા કરી રહ્યા છે…
|
ReplyForward
|
