પાટણ
રાધનપુરમાં આવેલા ૩૪૭/બ/૧ જેનાં સીટી સર્વે નંબર ૬૫૫૩ ના ૦-૨૯-૩૪ હે.આર.ચો.મી.વાળી જમીનની માર્જિનવાળી જગ્યામાં નરેશ ઠાકોર રે. રાધનપુરવાળાએ કેબીન મુકીને છાપર બનાવીને પાર્લર ચલાવી રહ્યો છે તેવો આક્ષેપ કરતી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કરાયો છે કે, આ જમીન કબજેદારને ખાલી કરવા જણાવતાં તેણે જમીનનો કબજાે સોંપ્યો ન હોતો. જેથી તેમણે તા. ૨૭–૧-૨૦૨૨નાં રોજ પાટણનાં કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ અરજી કરતાં કલેક્ટરે પોલીસ તથા સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ મારફતે તપાસ કરાવીને તેમનાં અહેવાલ આધારે તા. ૭-૫-૨૦૨૨નાં રોજની જિલ્લા સમિતિની બેઠકમાં ર્નિણય કરીને આ દબાણ થયું હોવાનું જણાતાં નગરપાલિકાએ નોટિસ આપીને દબાણ દૂર કર્યુ હતું. પરંતુ દબાણકારે ફરીથી કેબિન મુકી દીધું હતું. આ મિલકત જયેશ ઠક્કરનાં પિતાનાં નામે ચાલતી હોવાથી તેમાં દબાણકારે દબાણ કરેલું હોવાથી તેની સામે ફરિયાદ કરવા કલેક્ટરે હુકમ કર્યો હતો. જે આધારે તેમણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ કાયદાની કલમ ૪(૩), ૫, આઇપીસી ૪૪૭, ૧૨૦ મુજબ ગુનો નોંધ્યો હતો.રાધનપુરમાં હાઇવે ચાર રસ્તા પાસે આવેલી ખાનગી માલિકીની જગ્યામાં એક વ્યક્તિએ વર્ષોથી કેબિન અને છાપરું બનાવીને ગેરકાયદેસર રીતે કબજાે અને દબાણ કર્યુ હતું. જેમાં કેબિનમાં ચાની કિટલી તથા પાનપાર્લર ચલાવવામાં આવતું હતું. ત્યારે આ જમીનની માલિકી ધરાવતા હોવાનો દાવો કરતાં જયેશભાઇ મગનલાલ ઠક્કરે અરજી કરી હતી. જેથી પાટણ જિલ્લા કલેક્ટરનાં આદેશ મુજબ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.