Gujarat

રામપરા બેટી ખાતે મુખ્યમંત્રી દ્વારા ૬૫ મકાનો અને ૩૦૦ જમીનના પ્લોટોનું વિતરણ કરાયું

રાજકોટ
ગુજરાતનના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લાની એક દિવસીય મુલાકાતે છે. ત્યારે તેઓ એરપોર્ટ પહોંચ્યા બાદ સીએમ પટેલ સીધા બાયરોડ રામપરા બેટી ખાતે જવા રવાના થયા હતા. જ્યાં રામપરા બેટી ખાતે વિચરતી-વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા ૬૫ મકાનોના લોકાર્પણની સાથે ૪૦-૪૦ મીટરના ૩૦૦ પ્લોટની સનદનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું અને તેમજ ૬૫ મકાનોના લાભાર્થીઓને ઉજવ્વલા યોજના હેઠળ ગેસ કનેકશન પણ અપાશે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, મંત્રી અરવિંદ રૈયાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડૉ. પ્રદીપ ડવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા કલેકટર અને સીએમઓને લેખિતમાં જાણ સીએમ પટેલ સાથે મુલાકાત ગોઠવવાની વિનંતી કરવામાં આવી છે. તેથી મુખ્યમંત્રીએ વિરોધપક્ષને સમય આપ્યો છે. ૧૫મા નાણાપંચની ગ્રાંટમાંથી ૮૯.૪૦ લાખના ખર્ચે રાજકોટ જિલ્લાની ૬૫૦ આંગણવાડીઓમાં મુકાયેલ શુધ્ધ પાણી માટેની આરઓ સીસ્ટમ તેમજ ૨૦૦ શાળાઓમાં રૂા. અડધા કરોડના ખર્ચે મુકાયેલા સેનેટરી પેડ વેન્ડીંગ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. તેની સાથોસાથ જિલ્લા પંચાયત દ્વારા રાજકોટ જિલ્લાના ગામડાઓ માટે ૧.૨૦ કરોડના ખર્ચે વસાવાયેલ ૬૦ વેસ્ટ કલેકશન ઇ-રીક્ષા તેમજ આટકોટમાં ૧૬ અને મવડીમાં ૪૦ નિર્માણ કરાયેલ પોલીસ આવાસનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રામપરા બેટીથી બાય રોડ રાજકોટ આવી પહોંચ્યા બાદ ૧૧-૪૦ કલાકે રાજકોટમહાનગરાપલિકા કચેરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. તેમજ સર્કીટ હાઉસમાં લંચ લીધા બાદ ૨ કલાકે સર્કીટ હાઉસ ખાતે ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર, એડીશ્નલ કલેક્ટર, પ્રાંત ઓફીસર સહિતના અધિકારીઓ તેમજ સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજાશે. જેમાં રાજકોટ શહેર-જિલ્લાના વિકાસ કામોની માહિતી મેળવશે. જે બાદ સાંજના ૫ કલાકે હોટલ ઇમ્પીરીયલ પેલેસ ખાતે આયોજીત ઇનોગ્રેશન પ્રોગ્રામમાં તેઓ હાજરી આપશે. ત્યારબાદ રાજકોટ એરપોર્ટથી હવાઈ માર્ગે અમદાવાદ જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *