Gujarat

રાયકા ટાઇમ્સ ઈન્ડિયા દ્રારા જલારામ સત્સંગ મંડળ ડીસાનું કરવામાં આવેલ સન્માન …

  ગિરગઢડા તા 17
  ભરત ગંગદેવ.
 જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા 204 મા ગુરૂવારે જલારામ ભકત તેમજ ગૌભકત એવા ગફુલભાઈ માલજીભાઈ દેસાઈના નિવાસસ્થાને ભજન સત્સંગનો કાર્યક્રમ રખાયો હતો.આ અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભકતોએ ઉપસ્થિત રહીને ભજન સત્સંગની મોજ માણી હતી.
  રાયકા ટાઇમ્સ ઈન્ડિયાના પ્રમુખ બળદેવભાઈ રાયકા,ગફુલભાઈ દેસાઈ, મહેશભાઈ મનવર,ચંદુભાઈ એટીડી સહિતની ટીમે જલારામ સત્સંગ મંડળની કામગીરીથી અતિ પ્રભાવિત થઈ સમગ્ર ટીમનું સન્માન કરી અભિનંદન આપ્યા હતા.જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉદેચા,આનંદભાઈ પી.ઠકકર,આર.ડી.ઠકકર, આત્મારામભાઈ ઓઢાવાળા,નવીનભાઈ પ્રજાપતિ,કનુભાઈ તૃપ્તિવાળા, નટુભાઈ લીંબાચીયા,કલ્પેશભાઈ (લાલાભાઈ),દેવચંદભાઈ એન.ઠકકર, કમલેશભાઈ રાચ્છ,સંજયભાઈ બારોટ, શશીકાંતભાઈ ડી.ઠકકર સહિત સૌએ પણ સન્માન કરવા બદલ ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.
   દર ગુરૂવારે ગૌસેવા માટે દાતાઓ ઉદાર હાથે સહયોગ આપે છે.ગફુલભાઈ દેસાઈના નિવાસસ્થાને પણ વિવિધ દાતાઓએ સહકાર આપતાં રૂપિયા 36711/-(છત્રીસ હજાર સાતસો અગીયાર) ગૌસેવા માટે એકત્ર થયા હતા.તારીખ 4-8-200 ગુરૂવારે મહા ગુરવાર જલારામ મંદિર ડીસા ખાતે ભોજન પ્રસાદ સાથે ભજનનું આયોજન થનાર છે.

IMG-20220617-WA0247-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *