નવસારી
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એક ગામમાં રેતી ઠાલવતા સમયે ડમ્પર હાઈટેન્શન વીજલાઈનને અડી જતા બે મજૂરોના વીજકરંટ લાગવાથી મોત થયા હતા. જલાલપોરના મંદિર ગામમાં એક ડમ્પર રેતી ઠાલવવા માટે આવ્યું હતું. જેમાં ત્રણ લોકો સવાર હતા. રેતી ઠાલવ્યા બાદ પાછળ આવેલી હાઈડ્રોલિક ટ્રોલી ઉપર કરવા જતા એક મજૂરનું માથું હાઈટેન્શન લાઈનને અડી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. તો અન્ય એક યુવાન પણ વીજળીના સંપર્કમાં આવતા તેનું મોત થયું છે સમગ્ર ઘટના બનતા મંદિર ગામ માં ખળભળાટ મચી ગયો હતો.જાેકે ડમ્પર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ઘટનાના પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. જલાલપોર પોલીસ દ્વારા બંને મૃતદેહનો કબજાે લઈ પીએમ માટે મોકલી આપ્યા હતા. બંને મજૂરોના મોત થતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. જલાલપોર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચના મીરાપુર ગામે રહેતા અવિનાશ રમેશ વસાવા (ઉ.વ. ૨૨) તેમના મોટા ભાઈ અને ૩ બહેન સહિત માતાપિતા સાથે રહેતો હતો. મજૂરીકામ કરતા અવિનાશનું મૃત્યુ થતાં તેના દાદા અને કાકા આવી જતા તેમના મોઢા ઉપર એક યુવાન બચી ગયા તો એકનું મોત થયાનો રંજ હતો. રેતી ભીની હોય મોટાભાગ ની રેતી નીચે આવી ગઈ હતી. અમુક રેતી હોય તેને કાઢવા માટે અવિનાશ ગયો હતો. ડમ્પરનું ફાલકુ થોડું ઊંચું કર્યું હતું. જ્યાં વીજલાઈન બે ફૂટ ઊંચી હતી. અચાનક કરંટ લાગતા હું બહારની સાઈડ ફેંકાયો અને જાેયું તો યોગેશભાઈ અને મારો ભાણેજ અવિનાશ બેભાન હાલતમાં હતા. ગ્રામજનો દોડી આવી તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા.


