રાજકોટ
રાજકોટ નજીક કુવાડવાના ખેરડી ગામે વાડીમાં રહેતું મૂળ જેતપુરનું વૃદ્ધ દંપતિ કારની ઠોકરે ચડી જતાં પત્નીકનું મોત નિપજ્યુવ હતું. જેતપુરના વતની દિનેશભાઇ બાધાભાઇ ભોજક (ઉં.વ.૬૫) પોતાના બાઇકમાં પત્નીુ લીલાબેન (ઉં.વ.૬૦)ને બેસાડીને ખેરડીની વાડીએથી કોઈ કામથી બહાર જતાં હતા. ત્યામરે મહિકા-ભીચરી રોડ પર પહોંચતા કાચા રસ્તેપ ઓચીંતુ રોજડુ આડે આવી જતાં દિનેશભાઇએ તેના બાઇકને બ્રેક મારતાં પાછળ કાર આવતી હોય તેની ઠોકરે ચડી જતાં પતી-પત્નીડ બન્ને ફંગોળાઈ જતાં ઇજા થઇ હતી. બાદમાં બન્નેને ૧૦૮ મારફત કાર ચાલકે જ રાજકોટ હોસ્પિઈટલમાં ખસેડ્યા હતા અને તેમના સગા-સંબંધીઓને જાણ કરી રાજકોટ બોલાવ્યાી હતાં. જાે કે, સારવાર દરમિયાન પત્નીન લીલાબેનનું મોત નીપજ્યુંક હતું. જેથી હોસ્પિાટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતકને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
