Gujarat

લખીમપુર ખીરીમાં વિજળી વિભાગના લાઈનમેને આત્મહત્યા કરી

લખીમપુર
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પલિયા વિસ્તારના બમનગર વિસ્તારના રહીશ રામઔતારના ૪૫ વર્ષના પુત્ર ગોકુળ પ્રસાદ ગોલા કુકરામાં લાઈનમેનના પદે તૈનાત હતા. છેલ્લા ૨૨ વર્ષથી તેઓ વિજળી વિભાગમાં નોકરી કરી રહ્યા હતા. આરોપી જેઈ તેની સતત ટ્રાન્સફર કરાવતો રહેતો હતો. આ ઘટનાક્રમ અંગે પરિજનોએ કહ્યું કે જૂનિયર એન્જિનિયર ટ્રાન્સફર રોકવા માટે ઢગલો પેસા માંગતો હતો અને તેને સતત માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતો હતો. જ્યારે ગોકુલની પત્નીનું કહેવું છે કે તેના પતિ ત્નઈ ના કારણે તણાવમાં હતા. તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ ક્યાંય કાર્યવાહી થઈ નહીં. મોત પહેલા લાઈનમેને જેઈ વિરુદ્ધ નિવેદન આપ્યું છે જેણે હડકંપ મચાવી દીધો છે. લાઈનમેને વીડિયોમાં કહ્યું કે જેઈ અને તેના દલાલ ટ્રાન્સફરના બદલામાં મારી પત્નીની માંગણી કરતા હતા. મે પોલીસ મથક જઈને નંબર આપીને ફરિયાદ નોંધાવી હતી પરંતુ કશું થયું નહીં. એસએસપી સંજીવ સુમને સોમવારે કહ્યું કે લખનઉમાં આત્મદાહ કરનારા એક લાઈનમેનનું સારવાર દરમિયાન મોત થયું. લાઈનમેનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે એક સિનિયર અધિકારી પર આરોપ લગાવી રહ્યો હતો. હવે આ લાઈનમેનની આત્મહત્યાને લઈને પલિયા પોલીસ મથકમાં કલમ ૫૦૪, અને ૩૦૬ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. બીજી બાજુ વિજળી વિભાગના અધિકારીઓ આ મામલે કઈ પણ બોલતા બચી રહ્યા છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં વિજળી વિભાગમાં તૈનાત એક લાઈનમેને જેઈની હેરાનગતિથી કંટાળીને આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધુ. લખનઉમાં સારવાર દરમિયાન લાઈનમેનનું મોત નિપજ્યું. લાઈનમેનના મોત પહેલાનો વીડિયો મળતા ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહે વીજળી વિભાગના જેઈના સસ્પેન્શન અને વિભાગીય તપાસના આદેશ આપ્યા છે.

Electricity-Department-One-Wireman-Dead.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *