Gujarat

લતા મંગેશકરને યાદ કરીને વડાપ્રધાને પોતાની ભાવના વ્યક્ત કરી

નવીદિલ્હી
સૂર સમ્રાગિની લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના દ્વારા ગાયેલા હજારો ગીતો દ્વારા તેઓ આજે પણ ચાહકોના હૃદયમાં જીવંત છે. લતા દીદીના ભાઈ સંગીતકાર હૃદયનાથ મંગેશકરે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારની રકમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ કેર ફંડમાં દાન કરવાનો ર્નિણય કર્યો છે. લતા મંગેશકરના અવસાન બાદ તેમની સ્મૃતિ અને સન્માન માટે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ એવોર્ડ માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે માત્ર તે જ વ્યક્તિ આ પુરસ્કારનો હકદાર બનશે જેણે દેશ અને તેના લોકો માટે મહાન અને અનુકરણીય યોગદાન આપ્યું હશે. આ અંતર્ગત પીએમ મોદીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પીએમ મોદીએ આ એવોર્ડથી મળેલી રકમ એક ચેરિટીને દાન કરવાનો ર્નિણય લીધો હતો. ટ્રસ્ટે જણાવ્યું કે તેણે પીએમ કેર ફંડમાં ચેરિટી માટે આપેલા એક લાખ રૂપિયાનું દાન કરવાનો ર્નિણય લીધો છે. હૃદયનાથ મંગેશકરે ૨૬ મેના રોજ એક ટિ્‌વટમાં કહ્યું હતું કે તેમને પીએમ મોદીનો એક પત્ર મળ્યો છે. પીએમ મોદીએ આ પત્રમાં લખ્યું- ‘ગયા મહિને મુંબઈમાં એવોર્ડ સમારોહ દરમિયાન મને જે સ્નેહ મળ્યો તે હું ક્યારેય ભૂલી શકતો નથી. નાદુરસ્ત તબિયતને કારણે હું તમને મળી ન શક્યો એનો મને અફસોસ છે, પણ આદિનાથે કાર્યક્રમનું સંચાલન સારી રીતે કર્યું. તેમણે આગળ લખ્યું, ‘જ્યારે હું આ એવોર્ડ લેવા અને મારું વક્તવ્ય આપવા ઉભો થયો, ત્યારે ઘણી લાગણીઓએ મને ઘેરી લીધો. મને સૌથી વધુ યાદ મને લતા દીદીની આવી. જ્યારે હું એવોર્ડ મેળવી રહ્યો હતો ત્યારે મને સમજાયું કે આ વખતે હું હવે એક રાખડીથી ગરીબ બની ગયો છું. મને સમજાયું કે મને હવે મારા સ્વાસ્થ્ય વિશે પૂછતા અને વિવિધ વિષયો પર ચર્ચા કરતા ફોન કૉલ્સ નહીં આવે. તેમણે પોતાના પત્રમાં વધુમાં લખ્યું છે કે આ એવોર્ડ સાથે મને ૧ લાખ રૂપિયાની રોકડ રકમ મળી છે, શું હું તેને તેમના કાર્ય માટે કોઈ સેવાભાવી સંસ્થાને દાન આપવા વિનંતી કરી શકું? આ રકમનો ઉપયોગ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કરી શકાય છે, જે લતા દીદી હંમેશા કરવા ઇચ્છતા હતા. તેમણે અંતમાં લખ્યું- ‘હું ફરી એકવાર મંગેશકર પરિવારનો આભાર વ્યક્ત કરું છું અને લતા દીદીને શ્રદ્ધાંજલિ આપું છું.’

India-PM-Narendra-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *