જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસ અને મંકી પોકસ વગેરેનો પગ પેસારો અટકાવવા સંદર્ભેની બેઠક કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને સબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ ઉપરાંત કલેકટરશ્રીએ અમૃત સરોવર, ગતિશકિત પોર્ટલ, નલસે જલ પ્રોજેકટ અંગે પણ અધિકારીઓને એકશન મોડમાં કામ કરવાની તાકિદ કરી હતી.
આ તકે તેમણે કહયુ સુચના આપી હતી કે જૂનાગઢ જિલ્લામાં શંકાસ્પદ પશુઓના આઇસોલેશન, પશુ વેકશીનેશન, મચ્છર અટકાવવા માટે સધન સ્વચ્છતા અભિયાન – દવા છંટકાવ સહિતની પ્રવૃતિને વધુ વેગવાન કરવાની રહેશે. પશુઓની તપાસ કરવા તેમજ બિમાર પશુઓને ઝડપથી સારવાર આપવા જોઇએ.
આ બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટરશ્રી એલ.બી.બાંભણીયાએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરિખ, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રવિ તેજા ભટ્ટી, પ્રાંત અધિકારીશ્રી, પશુપાલન અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના તમામ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
