Gujarat

લાઠી તથા બાબરા પોલીસ સ્ટેશનના અપહરણ તથા મારામારીના ગુનાઓમાં દોઢ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૨૧/૧૧/૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે (૧) લાઠી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૧૦૦૬૦/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એમ), ૩૭૬(૩), ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૧૮, ૪, ૬, ૮, ૧૭ તથા (૨) બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૩૦૦૮૨૧૦૮૦૭/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુનાઓના આરોપીઓ દોઢ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, તેમજ મજકુર આરોપીઓના નામ. કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટ ઇસ્યુ થયેલ હોય, મજકુર લીસ્ટેડ આરોપીઓને આજરોજ તા.૦૮/૧૧/૨૦૨૨ ના રોજ બાતમી હકિકત આધારે અમરેલીમાંથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ
(૧) રમેશ સુરાભાઇ વાઘેલા, ઉ.વ.૫૦, રહે. મુળ મોટા દેવળીયા, તા.બાબરા, જિ.અમરેલી. હાલ રહે.કોલકી ગામની સીમ, તા.ઉપલેટા, જિ.રાજકોટ,
(૨) રોહીત રમેશભાઇ વાઘેલા, ઉ.વ.૨૪, રહે. મુળ મોટા દેવળીયા, તા.બાબરા, જિ.અમરેલી. હાલ રહે.કોલકી ગામની સીમ, તા.ઉપલેટા, જિ.રાજકોટ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Screenshot_20221109-142502_FMWhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *