ગીર સોમનાથમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ હેઠળ વ્હાલી દીકરી યોજનાના પૂર્વ મંજુરી હુકમ એનાયત કરાયા
ગિરગઢડા
ભરત ગંગદેવ.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત બીજા દિવસે સમસ્ત ખારવા સમાજ જ્ઞાતિની વંડી વેરાવળ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષ સ્થાને ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વ્હાલી દીકરી યોજનાના પૂર્વ મંજુરી હુકમ અને માતૃશક્તિ યોજનાની કીટ વિતરણ કરવામા આવી હતી
બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત સરકાર ની વ્હાલી દિકરી યોજનાનો લાભ મેળવનાર ઈદનાબહેન સાહીલભાઈ પંજાને વ્હાલી દીકરી યોજનાનો પૂર્વ મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે સરકારનો આભાર માનતા ઈદનાબહેને જણાવ્યું હતું કે, અમને વ્હાલી દિકરી યોજનાની માહિતી બંદર રોડ આંગણવાડી કાર્યકર રાજ્યગુરુ રંજનબેન પાસેથી મળી હતી તેમણે મને વ્હાલી દીકરી યોજના વિશે તમામ જાણકારી આપી હતી જે અનુસાર મેં તમામ ડોક્યુમેન્ટ ભેગા કરી અને ફોર્મ ભર્યું હતું. આજે મને વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભ મળ્યો છે તેથી હું દીકરીને સારી રીતે ભણાવી શકીશ અને દીકરી ભણીગણીને પગભર થાય તેવા તમામ પ્રયાસો અમે આ યોજનાના લાભ થકી કરી શકીશું વ્હાલી દિકરી યોજના દીકરીઓ માટે આશીર્વાદ રૂપ છે વધુમાં જણાવતા તેમને સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે, રાજ્યમાં દિકરીઓનું પ્રમાણ વધે અને દીકરો- દીકરી એક સમાન બને તેવું સામાજિક વાતાવરણ બનાવવાં માટે માતા-પિતા તેમજ સમાજના અસરકરતાં લોકોમાં આ અંગેની જાગૃતિ વધે તે સાથે જ દીકરીઓ ભણીગણીને આગળ આવે તેને પ્રોત્સાહન મળે તેમજ દીકરીઓનુ શિક્ષણ સુનિશ્ચિત થાય તે અંગે વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાં માટે સરકાર સક્રિય રીતે કાર્ય કરે છે.

