સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ, સાવરકુંડલા તાલુકા ખોડલધામ સમાધાન પંચના પ્રમુખ, સાવરકુંડલા ડાયમંડ એસોશિયેશનના પ્રમુખ અને સરદાર જેમ્સના માલિક કરશનભાઈ ડોબરીયા આજે તેમના જન્મદિવસની ઉજવણી ખૂબ અનોખી રીતે કરી. માનવમંદિરના હરિના બાળકો વચ્ચે જન્મદિવસ ઉજવ્યો. ખોટા દંભ દેખાડા કે ભભકા વગર પણ જન્મદિવસની અનોખી ઉજવણી થઈ શકે છે તે સિધ્ધ કરી બતાવ્યું.. સમગ્ર સમાજને માટે જન્મદિવસ ઉજવણીનો અનોખો રાહ દેખાડ્યો.
——————————————————————–
હા, આજરોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ, સાવરકુંડલા ડાયમંડ એસોશિયેશનના પ્રમુખ અને સાવરકુંડલા તાલુકા ખોડલધામ સમાધાન પંચના પ્રમુખ કરશનભાઈ ડોબરીયાના જન્મદિવસની ઉજવણી ખૂબ અનોખી રીતે કરવામાં આવેલ. આજરોજ સાવરકુંડલા માનવમંદિરના તમામ હરિના બાળકોને ખૂબ સ્નેહ અને હેતથી પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કરેલાં.. વાજતે ગાજતે તમામનું હાર્દિક સ્વાગત કર્યું. આમ પોતાના જન્મદિવસ નિમિત્તે પણ એ સામાજિક સૌહાર્દ અને કરુણાના ભાવને ભૂલ્યા વગર ખાસ સ્પેશ્યલ લકઝરી બસમાં માનવમંદિરથી પોતાના ઘરે નિમંત્રિત કર્યા અને તમામ મનોરોગી બહેનોને ખૂબ આગ્રહપૂર્વક ભોજન કરાવ્યાં આમ સાચા વૈષ્ણવજનની ભાવનાથી ખૂબ પ્રેમ અને હેતથી તેની મહેમાનગતી માણી અને આ હરિના બાળકો પણ ખુશખુશાલ જોવા મળ્યાં હતાં.. જાણે કોઈ આત્મીય સ્વજનના ઘરે જ પધાર્યા હોય તેવો ભાવ આ હરિના બાળકોના મોં પર જોવા મળેલ.હરિના બાળકો તથા માનવમંદિરના સંતશ્રી પૂ. ભક્તિરામબાપુએ પણ કરશનભાઇને તેના જન્મદિને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. આ ઉપરાંત તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક સેવાઓ કરીને પોતાના જ જન્મદિવસને રૂડો કરી દિપાવ્યો.. આમ પાર્ટી, ભભકો અને દંભ દેખાડો કર્યાં વગર જ જન્મદિવસની શાનદાર ઉજવણી થઈ શકે છે તે સાબિત કરી બતાવ્યું. તેના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીન પાંધી સમેત શહેરના અનેક લબ્ધપ્રતિષ્ઠત અગ્રણી રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ કરશનભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આમ ખરાં અર્થમાં કરશનભાઈ ડોબરીયાએ તેના જન્મદિવસની અનોખી ઉજવણી કરી જન્મદિવસ સાર્થક કરી બતાવેલ


