Gujarat

લાલપુરના મણીપુર ગામની સીમમાં યુવતીએ તબિયતમાં સુધારો ન આવતાં ગળેફાંસો ખાધો

જામનગર
લાલપુર તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા આદિવાસી યુવતીને ત્રણ દિવસથી તાવ આવતા કંટાળી હતી. આ કારણોસર પરણીત યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાઈ હતી, જ્યાં તેની મૃત જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલી ભીમશી બેરાની વાડીમાં ખેતમજુરી કરી કામ કરતા બબલુ મદન પવાર નામના યુવકની પત્ની હિરુ પવાર (ઉ.વ.૨૧) નામની યુવતીને છેલ્લાં ત્રણ દિવસથી તાવ આવતો હતો. આ તાવની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો ન થવાથી તાવને કારણે કંટાળીને શનિવારે સવારના સમયે ખેતરમાં આવેલા રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ બબલુ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જાે સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *