Gujarat

લીંબડી પાસે લકઝરી બસ અને ઈકોના અકસ્માતમાં ૪ના મોત

સુરેન્દ્રનગર
લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે અને ૨ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર યુવાનો રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ લીંબડી અમદાવાદ હાઇવે પર આ ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી જઇ બચાવકાર્યમાં જાેતરાયા હતાં. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. લીંબડી પોલીસ અને સ્થાનિકોએ મૃતકોના મૃતદેહોને કારનાં પતરા ચીરીને બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ મોકલી આપી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. બીજી બાજુ, આ યુવાનોના પરિવારને જાણ થતાં શોકમાં ડૂબ્યા છે.લીંબડી-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. લીંબડીના કટારિયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે યુવાનોને ઈજાઓ પહોંચતાં ૧૦૮ દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જતા હતા એ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. કારનાં પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

Accident-between-eco-and-luxury.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *