Gujarat

લીમખેડાના ઢઢંલા પાસે ગાડી ડીવાઈડર સાથે અથડાતા ૧નું મોત

દાહોદ
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી એક સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કારની વધુ પડતી ઝડપના કારણે અચાનક જીપનું ટાયર ફાટ્યું હતું અને ગાડી નજીકમાં આવેલા ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી .જેથી ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર વડોદરાના ડભોઈ તાલુકાના ચાણોદ મુકામે રહેતાં આદર્શકુમાર, પ્રકાશભાઈ, જયેશભાઈ, જયદીપભાઈ પ્રવિણભાઈ માછી, સાગરભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિ વિગેરેને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી જૈ પૈકી જયદીપભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં આ સંબંધે વડોદરાના ડભોઈ તાલુકાના ચાંણોદ મુકામે રહેતાં મેહુલભાઈ રણછોડભાઈ માછીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લા લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે પુરપાટ દોડી આવતી એક કારનું ટાયર ફાટતાં કાર નજીકમાં આવેલ ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર પાંચ પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યાંનું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવમાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

The-car-collided-head-on-with-an-oncoming-vehicle.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *