Gujarat

લીલીયા ટાઉન વિસ્તારમાંથી હારજીતનો જગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂ. ૧૦,૫૪૦/- ના મુદામાલ સાથે નાવલીબજાર મારૂતી ચેમ્બર પાસેથી પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવ્રુતિ નાબુદ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેસ શોધી કાઢી ગેરકાયદેસર પ્રવ્રુતિ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ, સર્કલ પો.ઇન્સ. શ્રી એચ.કે.મકવાણા સાહેબ નાઓ દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉનબીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ હિરેનભાઇ પ્રવિણભાઇ વેગડા તથા પો.કોન્સ. ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા પો.કોન્સ. જીતેન્દ્રભાઇ ગોબરભાઇ ગંગલ એ રીતેના લીલીયા ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગ હતા તે દરમ્યાન બાતમી રાહે ખાનગી હકિકત મળેલ કે લીલીયા મોટા, નાવલીબજાર, મારૂતી ચેમ્બર પાસે, કીરીટભાઇ જયંતિભાઇ રવાણીના ઘર પાસે શેરીમાં જાહેર જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપતાના પાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે જેથી હકીકત વાળી જગ્યાએ જઈ રેઇડ કરતા કુલ ત્રણ ઇસમોને રોકડા રૂ. ૧૦,૫૪૦/- તથા ગંજીપતાના પાના નંગ- ૫૨ કિં.રૂ. ૦૦/૦૦ ના મુદામાલ સાથે નીચે મુજબના આરોપીઓને પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી*
(૧) કીરીટભાઇ જયંતીભાઇ રવાણી ઉ.વ.૪૩ ધંધો.વેપાર રહે. લીલીયા મોટા ઠે. નાવલીબજાર પાસે તા. લીલીયા જી. અમરેલી.
(૨) સોહીલભાઇ અકબરભાઇ મકવાણા ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે. લીલીયા મોટા ઠે. મફતપ્લોટ વિસ્તાર તા. લીલીયા જી. અમરેલી.
(૩) મુકેશભાઇ મગનભાઇ રવાણી ઉ.વ.૫૫ ધંધો.મજુરી રહે.લીલીયામોટા ઠે. નાવલી બજાર પાસે તા.લીલીયા જી.અમરેલી.
આમ, આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ હિરેનભાઇ પ્રવિણભાઇ વેગડા તથા પો.કોન્સ. ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા પો.કોન્સ જીતેન્દ્રભાઇ ગોબરભાઇ ગંગલ વિ. પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220720-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *