Gujarat

લીલીયા તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ  મેળામાં બવાડી પ્રાથમિક શાળાની વિભાગ1માં  કૃતિ પ્રથમ આવેલ છે.        

લીલીયા તાલુકા કક્ષાના  ગણિત વિજ્ઞાન પ્રદર્શન મોટા કણકોટ મુકામે યોજવામાં આવેલ હતો. તેમાં  તાલુકા કક્ષામાં કુલ 20 કૃતિ રજૂ કરવામાં આવેલી હતી તેમાંથી પ્રથમ વિભાગમાં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજી દ્વારા નાવિન્ય અને ઉન્નતીમાં બવાડી પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો કોગદીયા ખુશી રાજેશભાઈ અને કાંજીયા જાનવી અશોકભાઈ. દ્વારા કૃતિ રજૂ કરવામાં આવેલી હતી. જેમાં વિભાગ 1 પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ છે. તેના માર્ગદર્શક શિક્ષક શ્રી વરુણકુમાર અતુલભાઇ દવે ગણિત વિજ્ઞાન દ્વારા સતત છઠ્ઠી વખત જિલ્લા કક્ષાએ કૃતિને લઈને જવાના છે.તાલુકાના આયોજનમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના લાઇજન શ્રી ભરતભાઈ ડેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આતુભાઇ મકવાણા તથા બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી અભિષેકભાઈ ઠાકર તથા સી.આર.સી મિત્રો તથા મોટા કણકોટ નો સ્ટાફ દ્વારાખુબ જ સરસ આયોજન કરવામાં આવેલું હતું. બવાડી ગામના ગ્રામો દ્વારા અને શિક્ષક મિત્રો   દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલી હતી.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221213-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *