Gujarat

લીલીયા તાલુકા ના ભેંસવડી ખાતેસરસ્વતી સન્માન તથા ગણવેશ વિતરણ ‘’ કાર્યક્રમ યોજાયો.

લીલીયા મોટા ના ભેસવડી ખાતે વિપુલભાઇ દૂઘાત, ચેરમેન, જિલ્લા શિક્ષણ સમિતિ, અમરેલીના અઘ્યક્ષસ્થાને ‘’ સરસ્વતી સન્માન તથા ગણવેશ વિતરણ ‘’ કાર્યક્રમ યોજાયો. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી સા.શ્રી સોલંકી સાહેબ હાજર રહેલ. વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવેલ.
કાર્યક્રમમાં શાળાના ઘો.૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને દાતાશ્રીની સખાવતથી ગણવેશ, સ્કૂલ બુટ, મોઝા, સ્કુલ બેગ વગેરે વસ્તુઓ આ૫વામાં આવી. આ તકે શાળાના તમામ ઘોરણના પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય ક્રમ મેળવનાર તેજસ્વી તારલાઓને ડો. શિવગિરિ બાપુના વરદ હસ્તે ઇનામ આ૫વામાં આવેલ.
કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમથી મહેમાનો, ૫દાઘિકારીઓ અને અઘિકારીઓ તેમજ વાલીઓના મન જીતી લીઘા. સૌએ બાળકોને કૃતિની પ્રસંશા કરેલ. આ તકે દાતા સર્વેશ્રી ભુનભાઇ દૂઘાત જયસુખભાઇ બુટાણી  રાજુભાઇ બુટાણી  વી.કે., તથા   ભીખાભાઇ ઘોરાજીયા,  અરૂણભાઇ ૫ટેલ,  મંજુલાબેન ઠુંમર,  ભરતભાઇ ઠુંમર તથા બી.આર.સી., સી.આર.સી. તથા ગ્રા.પં., એસ.એમ.સી., શાળા ૫રિવાર, ગામ લોકો તથા વિદ્યાર્થીઓ ઉ૫સ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પ્રિયલબેન શુકલ એ કરેલ બિપિન ભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220717-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *