લીલીયા તાલુકા ના
સનાળીયા ગામે અંદાઝે 200 વિદ્યાર્થીઓ એ બસ રોકી આંદોલન કરેલ
વિદ્યાર્થીઓનું કહેવું છે કે એક બાજુ નેતાઓની સભાઓમાં 2600 બસો ફાળવવામાં આવે છે અને દેશ નું ભવિષ્ય એવા 200 વિદ્યાર્થીઓ માટે ફક્ત એક જ બસ ફાળવવામાં આવે છે વધુ વિધાર્થીઓએ જણાવ્યું કે વારંવાર રજુઆત કરતા પણ વધારાની બસ મુકવાનો ST ડેપો તરફથી કાઈ જવાબ નથી આવ્યો એક બસમાં અમો વિદ્યાર્થીઓને ઘેટાં બકરાની જેમ પુરાઈ ને જાવુ પડે છે અને કોક દિવસ કંડક્ટર ના પાડી દે છે કે હવે બસ ફૂલ થઇ ગઈ છે અને જે વિદ્યાર્થીઓ રહી જાય છે એ મોડેક થી પહોંચે છે સ્કૂલ દ્વારા લેટ થવા ના કારણે ત્યાં ગેટ બંધ કરી દેવામાં આવે છે આવી પરિસ્થિતિમાં ભણવું પણ ભારે પડે છે
આ બસ રોકો આંદોલનમાં લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુરભાઈ બેરા અને લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભીખાભાઇ ધોરાજીયાએ સ્થળ પર આવીને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે બસ રેગ્યુલર અને વધારાની બસ ફાળવવાની અમે બાંહેધરી આપી એ છીએ એવું આશ્વાસન આપવા માં આવ્યું
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા