લીલીયા મોટા ની જનતા ની હાલત હાલ એવી સે કે જનતા ને જાણે તંત્ર દ્વારા ભર દિવાળી ની સિઝન માં સજા એ કાલા પાનિ આપી હોય તેવું લાગી રહ્યું છે વાત લીલીયા ની ભૂગર્ભ ગટર ની સે હાલ પરિસ્થિતિ એટલી હદે ગંભીર છે કે ન પુસો વાત લીલીયા ની મેઈન બજાર તેમજ નાવલી બજાર લીલીયા ખરીદી નું હબ હોય પણ હાલ અહીં ના વેપારી ઓ ની એવી સ્થિતિ સર્જાઈ છે કે આ ગટર ના પાણી થી વેપાર કરવો મુશ્કિલ છે હદ તો ત્યારે થઈ કે ગટર નો કાઢેલ ખરાબ કચરો કે જે વેપારી ઓ ની દીવાલ પર ચોંટી ગયો હોય જે વેપારી એમની દિવાલ પર કલર કરવા નો હોય તે દીવાલ પર આજે આ આંધળું મૂંગુ બેરું તંત્ર માત્ર તમાશો જોવે સે ગટર બાબતે ગામ ના જાગૃત નાગરિક રસિક ભાઈ દ્વારા હાઇકોર્ટ માં PIL પણ કરેલ જેનો ચુકાદો પણ ગ્રામ જનોની તરફેણ માં આવ્યો હોય પણ આ પદાધિકારી ઓ અને અધિકારી ઓ હાઇકોર્ટ ના હુકમ ને પણ ઘોળીને પિય ગઈ હોય એવું લોક મુખે ચર્ચાઈ છે સફાઈ કરવા માટે કોઈ એવું જરૂરી જેટિંગ મશીન પણ ન હોય ત્યારે સફાઈ કામદારો એમની જાન ના જોખમે સફાઈ કરવા મજબુર થઈ જાય છે એક સમયે ગેસ ગળતર ના કારણે એક સફાઈ કામદારે પોતા નો જીવ પણ ગુમાવેલ છે હાલ દિવાળી નજીક હોય ગયા બે વર્ષ થી તો કોરોના કારણે બજારો માં મંદી હતી આ વર્ષે વેપારી ઓ ને દિવાળી ની સિઝન માં તેઝી રહેવાની આશા હતી પરંતુ આ ભૂગર્ભ ગટર ના છલકાતા પાણી ને કારણે એ આશા પર પણ પાણી ન ફરે તે હવે જોવું રહ્યું મૂંગુ બેરું અને આંધળું તંત્ર શુ કરેછે હાલ આ બાબતે અમરેલી કલેકટર શ્રી કાર્યપાલક ઇઝનેર શ્રી તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત મંત્રી ને પત્ર પાઠવ્યો છે તેમજ પરિનભાઈ સોની એ પણ સરકારશ્રી ને ગટર પ્રશ્ને પત્ર મોકલેલ ચેમ્બર ઓફ કોમર્સ ના ઉપ પ્રમુખ કલ્પેશ વિરાણી દ્વારા પણ પત્ર પાઠવ વા માં આવેલ છે હવે જોવું એ રહ્યું કે એ શું યોગ્ય પગલાં લીલીયા ની જનતા ના હિત માં લે છે આ તંત્ર
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


