લીલીયા મોટા ખાતે અમરેલી શિક્ષણ સમિતિ પ્રેરિત તેમજ લીલિયા તાલુકા પ્રા. શિક્ષક સંઘ આયોજિત લાયન્સ કલબ શિક્ષક તાલીમ વર્ગ નો સમાપન સમારોહ લીલિયા BRC ભવન ખાતે યોજાય ગયેલ. આ તાલીમ કાર્યક્રમમાં બે દિવસ સુધી સઘન જીવન શિક્ષણ લક્ષી તાલીમનો લાભ તાલુકાના પ્રા. શિક્ષકોએ લીધેલ. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત સાહેબ રાજ્ય પ્રા. શિ. સંઘમાંથી ભાભલુભાઈ વરુ, પ્રમોદભાઈ કાનપરિયા, ધર્મેન્દ્રભાઈ ધાધલ, ભરતભાઈ કાપડિયા, સરપંચશ્રી ગૌતમભાઈ વીછીયા, લાયન્સ ક્લબના શ્રી રાકેશભાઈ નાકરણી, નિલેશભાઈ ઠુમ્મર, પોટા સાહેબ વિ. મહાનુભાવો નું સન્માન લીલીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અશ્વિનભાઈ વિછીયા,મંત્રીશ્રી સુધીરભાઈ સતાણી તેમજ તાલુકા સંઘના હોદેદારો દ્રારા કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ખજાનચી ધીરુભાઈ ઠુમર અને કારોબારી સભ્ય શ્રી પી એમ રાખસીયાએ ખાસ જેહમત ઉઠાવી હતી. આ તાલીમ કાર્યક્રમમા કારોબારી સભ્ય કિશોરભાઈ જોષી, અતુલભાઈ ભાદાણી, જીગ્નેશભાઈ ડેર, ભાવેશભાઇ જાદવ, નરોડીયાભાઈ, આચાર્યશ્રીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


