લીલીયા તાલુકા ભાજપ પરિવાર દ્વારા તારીખ 16/12/22 ના રોજ પટેલ વાડી ખાતે તમામ પ્રકારના રોગો માટેનો આર્યુવેદિક નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં ડોક્ટર રાહુલ બારડ એમડી આયુ તેમજ ડોક્ટર વૈશાલી સાવજ એમડી આયુ દ્વારા દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવશે જેમાં ચામડીના રોગો સાંધાના રોગો કાનના ગળાના રોગ આંખના રોગ પાચનતંત્રના રોગ સ્ત્રી રોગ બાળ રોગ ડાયાબિટીસ બીપી માનસ રોગ જેવા રોગોની ફ્રી સારવાર આપવામાં આવશે આ કેમ્પ નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુર્વેદિક હોસ્પિટલ અમરેલી ના સહયોગથી રાખવા માં આવેલ છે કેમ્પ નો સમય સવારે 9:00 થી બપોરના 12 વાગ્યા સુધી સ્થળ પટેલ વાડી લીલીયા મોટા જેમાં પ્રમુખ તાલુકા ભાજપ લીલીયા ભનુભાઈ ડાભી મહામંત્રી ગૌતમભાઈ વિછીયાજીગ્નેશ સાવજ અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા દ્વારા આ કેમ્પમાં વધારેમાં વધારે લોકો વધારે માં વધારે લાભ લે તેવી વિનંતી કરવામાં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા