આજ રોજ લીલીયા મોટા ખાતે દલિત સમાજ ને વાડી બાબતે લીલીયા ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન કવિતા બેન લલિત ભાઈ બગડા દ્વારા લેખિત પત્ર પાઠવવામાં આવ્યો એમના જણાવ્યા મુજબ લીલીયા મુકામે દલિત સમાજ ની પુષ્કળ પ્રમાણ માં વસ્તી છે અને તેના માટે સારા નરસા પ્રસંગો માટે કોઈ વ્યવસ્થા નથી માટે નવી પોસ્ટ ઓફીસ અને આંગણવાડી વચ્ચે પીપળવા રોડ પર પડતર જમીન આવેલ હોય ત્યાં ડો આંબેડકર હોલ માટે એ જમીન ફાળવવા માં આવે એવી માંગણી કરવા માં આવેલ વધુ માં એમણે જણાવેલ કે ગામ માં ઘણી વાડીઓ અને પાર્ટી પલોટો આવેલ છે પરંતુ દલિત સમાજ ને ભાડે આપવાની ના પાડવા માં આવેછે આ બધા પાર્ટી પ્લોટ અને વાડીઓ એમના અંગત માલિકી ના હોવાથી કઈ થઈ શકતું નથી માટે અમારા સમાજ ને આવતા સારા નરસા પ્રસંગો એ બહુજ મુશ્કેલી પડે છે સાથે બીજો પણ એક પત્ર લિલીયા ગ્રામ પંચાયત સરપંચ તેમજ મંત્રી ને પાઠવવા માં આવેલ છે જેમાં જણાવ્યા અનુસાર કે લીલીયા ના હરિજન વાસ ના નામ બદલી અને ડૉ.આંબેડકર નગર કરવા માં આવે જેમાં લીલીયા ગ્રામ પંચાયત ના દફતરે હરિજન વાસ તરીકે નોંધાયેલ છે વર્ષો પહેલા હરિજન શબ્દ ચાલતો હતો પરંતુ તાજેતર માં નામદાર સુપ્રીમ કોર્ટ તરફ થી હુકમ થયેલ છે કે સરકારી કચેરી ઓ માં હરિજન શબ્દનો ઉપયોગ કરવો નહીં એવા હુકમો થયેલ હોવા છતાં આપના દફતરે થી હરિજન વાસ નો ઉલ્લેખ કરવા માં આવેછે જે ખરે ખર ગેર બંધારણીય છે તો આપ ને વિનંતી સાથે અરજ કરવા માં આવે છે કે હરિજન વાસ ના બદલે આ વિસ્તાર ને આંબેડકર નગર તરીકે નોંધવા માં આવે એવી લીલીયા ના ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન કવિતા બેન લલિત ભાઈ બગડા દ્વારા માંગણી લીલીયા ગ્રામ પંચાયત માં પત્ર દ્વારા કરવા માં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


