અજગર જંગલમાં સહી સલામત સ્થળે છોડવામાં આવ્યો
પાનવડ નજીકમાં આવેલ લુન્ની અને અને છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં સહી સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો.
પાનવડ નજીકના લુણી ગામે મહાકાય અજગર દેખા દેતા સ્થાનિક રહીશોએ લુણી ગામના સરપંચને આ અંગે જાણ કરાતા લુણી ગામના સરપંચે છોટાઉદેપુર ઝેરી જાનવરોના સાપનો રેસ્ક્યુ કરી જંગલમાં છોડવાનું કામ કરતા ચિનુભાઈ તેમજ રાકેશભાઈનો સંપર્ક કરાતા તેઓને આ અંગેની જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘટના દોડી આવી ભારે જહેમત ઉઠાવી અજગરને રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે જંગલમાં મુક્ત કરાયો હતો. જ્યારે કાછેલ ગામના બનાવમાં પણ મહાકાય અજગર દેખા દેતા સ્થાનિક લોકોએ ચિનુભાઈ અને રાકેશભાઈને જાણ કરતા તેઓએ મહાકાય અજગરને રેસ્ક્યુ કરી સહી સલામત બંને અજગરોને જંગલમાં છોડી મૂકવામાં આવતા સ્થાનિક રહીશોમાં હાશકારો જોવા મળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
