Gujarat

લૂંટ અને અપહરણના ગુનામાં ૪ નકલી પોલીસને રાપર પોલીસે ઝડપી પાડ્યા

ભુજ
નકલી એસઓજી પોલીસ બની લોકોને લુટતાં ૪ નકલી પોલીસ રાપર પોલીસના હાથમાં આવી પહોંચી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો..‘અમે ગાંધીનગર એસઓજીમાંથી આવ્યા છીએ તું દારૂનો મોટો બૂટલેગર છો, તારી પાસે જે હોય તે મને આપી દે’ કહીને રાપરના માંજુવાસના યુવાનનું અપહરણ કરી દેવભૂમિ દ્વારકા અને જામનગરના શખ્સો સ્વિફ્ટ ગાડીને સાંતલપુર તરફ લઇને ભાગતા હતા ત્યારે આડેસર પોલીસ જાેઇ જતાં તમામ આરોપીઓની અટકાયત કરી અપહરણની સાથે લૂંટના બનાવનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. જાે કે, આશ્ચર્ય વચ્ચે રાપર પોલીસે પોતે આ બનાવનો ભેદ ઉકેલ્યો હોવાની પ્રેસનોટ જાહેર કરી છે. ખેડૂત બબાભાઇ પૂંજાભાઇ ડાંગરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગામમાં વિરમભાઇ ડાંગરની દુકાને બેઠો હતો ત્યારે ગાડીમાં આવેલા શખ્સો પૈકી એક જણે આવીને કહ્યું કે, અહીં બિયર ક્યાં મળે છે, જેથી વિરમભાઇએ ફતેહગઢમાં માલ મળતો હોવાનું જણાવી બબાને આ લોકો સાથે ફતેહગઢ જવા જણાવ્યું હતું, જ્યાંથી ફતેહગઢ ગામથી બહાર આવેલા માંજુવાસ રોડ પર એક છોકરો બિયર આપી ગયો, જે બાદ ગાડીમાં બેઠેલા શખ્સો પરત ફરતા હતા. ‘અમે એસઓજી શાખા ગાંધીનગરથી આવ્યા છીએ અને તું મોટો બૂટલેગર છે, અહીં કોણ કોણ દારૂ વહેંચે છે તેના નામ આપ તેમ કહી માર મારી ગાળો આપી હતી અને તને ગાંધીનગર લઇ જઇએ છીએ, કોલર પકડી મોબાઇલ ફોન ઝુંટી લીધો અને ગાડીમાં ખીસ્સામાંથી ત્રણ હજાર રૂપિયા, હાથમાં પહેરેલી સોનાની ૫ તોલાની પોંચી, સોનાની અઢી તોલાની ચેઇન ઝપાઝપી કરીને લેવાની કોશિશ કરી હતી. ફરિયાદીનું ગામ આવ્યું તેમ છતાં આરોપીઓએ ગાડી ઉભી ન રાખતા, બૂમાબૂમ કરી ગાડીમાંથી મોઢું બહાર કાઢતાં ગામના અરજણભાઇ ડાંગર જાેઇ ગયા અને તેઓ કારની પાછળ પાછળ આવ્યા હતા. દરમિયાન આડેસર પોલીસ સ્ટેશનથી થોડે દૂર ગાડી ધીમી પડતાં બબાએ દરવાજાે ખોલીને છલાંગ મારી હતી, ત્યારે આડેસર પોલીસ આવી જતાં બબાની અને તેની સાથેના ચાર માણસોની પૂછપરછ કરી પોલીસ સ્ટેશને લઇ આવતાં તેઓના નામ કુલદિપસિંહ કિરિટસિંહ જાડેજા, જયપાલસિંહ પ્રવિણસિંહ પરમાર, જયપાલસિંહ ગોવુભા જાડેજા, રાજેન્દ્રસિંહ મનુભા જાડેજા હોવાનું ખૂલતાં પોલીસે સમગ્ર હકીકતો અંગે પૂછપરછ કર્યા બાદ ચારેય આરોપીઓને મુદ્દામાલ સાથે રાપર પોલીસને સોંપતાં પોલીસે અટક કરી લૂંટ અને અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.

4-Fake-police-flashes.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *