ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં તેમજ અન્ય જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે પો.ઇન્સ. એચ.એચ.રાઉલજી નાઓને હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૨૦૧૪૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૩, ૩૨૩, ૩૨૪, ૨૯૪(ખ) ૧૨૦-બી, ૫૦૬(૨), ૧૧૪, ૨૦૧ એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧) આર. એસ, ૩(૨), (૫-એ) તથા ડીજાસ્ટર મેનેજમેંટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧ (બી) તથા એપેડીમીક ડિજીસ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાના કામે નાસતો – ફરતો આરોપી રફિક ઉર્ફે લુલી અબ્દુલ ગની મફત નાનો છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડી પાસે ઉભેલ છે તેવી ચોકકસ બાતમી આધારે સદરી ઇસમની ધરપકડ કરી સી.આર.પી.સી. ૪૧ (૧) આઈ મુજબ અટકાયત કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

