ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ અને પ્રોહીની પ્રવૃતિ ઉપર અંકુશ આવે તે હેતુંથી પ્રોહી ડ્રાઇવ પણ રાખેલ હોય જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સપેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે વનાર ગામની સીમમાં વોચનાકાબંધી કરી મોટર સાયકલ ઉપર લઇ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ નો મુદ્દામાલ તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૫૬,૪૬૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


