Gujarat

વંડા પોલીસ સ્ટેશનના નવ નિર્મિત  બિલ્ડીંગનું શ્રી અમિતભાઈ શાહ દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવેલ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી એસ. પી. શ્રી હિમકર સિંઘ સાહેબ દ્વારા આયોજિત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણા અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ.
———————————————————————
સાવરકુંડલા તાલુકાના વંડા મુકામે તત્કાલીન ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અમિતભાઈ શાહએ મંજૂર કરેલા પોલીસ સ્ટેશનનું વર્તમાન કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા તારીખ ૨૯-૫-૨૦૨૨ના રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ઈ લોકાર્પણ કરવામાં આવેલ. આ સમયે મંત્રી આર. સી. મકવાણા સાહેબ, અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત, અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, માજી ધારાસભ્ય કાળુભાઈ વિરાણી, માજી કૃષિમંત્રી વી. વી. વઘાસીયા, શ્રી કમલેશભાઈ કાનાણી સમેત તાલુકાના અનેક નેતાગણ તથા પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી એસ. પી. હિમકર સિંઘ, સાવરકુંડલા ડીવાયએસપી ચૌધરી સાહેબ વંડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સાહેબ, વંડા પોલીસ સ્ટેશનના નીચે આવતાં ગામોના સરપંચો તથા આગેવાનોના સંપૂર્ણ સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.

IMG-20220529-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *