વંથલી તાલુકાના સોનારડી ગામે પરિવાર સવારે 10 વાગ્યાના સમયે નદીએ કપડાં ધોવા જતો હતો ત્યારે 7 વર્ષની દીકરીનો દીપડાએ શિકાર કર્યો હતો…ત્રણ દીકરીઓ દાદા-દાદી સાથે નદીએ કપડાં ધોવા જતી હતી ને દાદાનો હાથ પકડી ચાલતી 7 વર્ષની મન્નત ને કાંટાની જાળી માંથી તરાપ મારી દીપડો ડોકી પકડી ઉઠાવી ગયો હોવાનો બનાવ બન્યો હતો..
ધોરણ બે માં ભણતી બાળકી પર દીપડો હુમલો કરી નદીના પટમાં તાણી ગયો હતો.પોતાના પરિવારને દીકરી ન મળતા પરિવાર મુસીબતમાં મુકાયો હતો…
મન્નત રાઠોડ નામની સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યાની વાત ગામ લોકોને જાણ થતા ગામ લોકો બાળકીને શોધવા લાગ્યા હતા. બાદમાં લોહીલોહાણ હાલતમાંથી નદીના પટમાંથી બાળકી મળી આવી હતી.અને ગામ લોકો દ્વારા વધુ સારવાર માટે બાળકીને જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી…
સાત વર્ષની દીકરીના મોતથી પરિવાર અને ગામ લોકોમાં પણ શોક નું મોજુ ફરી વળ્યુ હતું.
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર દીપડાની ઝંઝાવટ રહે છે ત્યારે માનવ પક્ષી દિપડાઓનું પણ દિવસેને દિવસે પ્રમાણ વધતું જાય છે ત્યારે વધુ એક માનવ ભક્ષી દીપડાએ બાળકીનો શિકાર કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે..
વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ માનવ પક્ષી દીપડાઓ ખુલ્લેઆમ ફરે છે તો બીજી તરફ દીપડાઓની રંજાવટના કિસ્સાઓ પણ દિવસે અને દિવસે વધતા જાય છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારમાં પણ વારંવાર સીસીટીવી કેમેરામાં દિપડાઓ નજરે પડે છે પરંતુ વન વિભાગના પેટનું પાણી પણ ન હોલતું હોય તેવું આ બાળકી એ જીવ ગુમાવ્યા પછી સાફ નજરે દેખાય છે…
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


