Gujarat

વંથલી: ગાદોઈ ગામની સીમમાંથી ઘોડી પાસાનો જુગાર ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ….

.
15 લાખથી વધુના મુદામાલ સાથે 10 જુગારીઓની ધડપકડ…..
   વંથલી તાલુકાના ગાદોઈ ગામની સીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અખાડા પર છાપો મારી 10 જુગારીઓને ઝડપી લીધા હતા.જેમાં પોલીસે રોકડા રૂ.4,49,160 તેમજ નાલના રૂ.12,500 અને અન્ય મુદામાલ સહિત કુલ રૂ.15,42,660 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મળતી વિગતો મુજબ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પો.ઇન્સ.એચ.આઇ.ભાટી અને પો.હેડ.કોન્સ.પ્રકાશભાઈ ડાભી,પો.કોન્સ,દિવ્યેશભાઈ ડાભીને અગાઉ થી સયુંક્તમાં મળેલ બાતમીના આધારે આમદ હાસમ સીડા ગાદોઈ ગામની સીમમાં ખોખરડા ફાટકથી ગાદોઈ ગામ તરફ જતા રસ્તે વડવાળા ભરડિયાની નજીક આવેલ ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં કેશોદના ખીમા કાના કોળી તથા મણીબેન ચના મેર અને વેરાવળના લાખા દેવરાજ રબારીએ જુગારનો અખાડો ચલાવવા માટે ભાડે રાખી ત્રણેય સ્ત્રી પુરુષ તેમના કબ્જા ભોગવટા ના મકાને લાખા દેવરાજ રબારી જુગાર રમવા માટે બહારથી માણસો બોલાવી ઘોડીના પાસાનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા સારું નાલ લઈ ભાગીદારીમાં જુગારનો અખાડો ચલાવે છે.જે બાતમીના આધારે રેઇડ કરતા ઘોડી પાસા વડે રમતા રહેણાંક મકાન કેશોદના ખીમા કાના કોળી તથા મણીબેન ચના મેર અને વેરાવળના લાખા દેવરાજ રબારીએ જુગારનો અખાડો ચલાવવા માટે ભાડે રાખી ત્રણે સ્ત્રી-પુરુષ તેમના કબજા ભોગવટાના મકાનને લાખા દેવરાજ રબારી જુગાર રમવા માટે બહારથી માણસો બોલાવી ઘોડીના પાસા વડે પૈસાની હારજીત કરી ઘોડી પાસા નો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા સારું નાલના રૂપિયા ઉઘરાવી ભાગીદારીમાં જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે રેડ કરતા ઘોડી પાસા વડે જુગાર રમતા સ્ત્રી પુરુષ સહિત 10 ઈસમોને પકડી પાડી તેમના વિરુદ્ધ ધોરણસર ની કાર્યવાહી કરી વંથલી પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ હતો. ઝડપાયેલા જુગારીઓમાં ખીમા કાના રાઠોડ, લાખા દેવરાજ મોરી, મીણીબેન ચના પુંજા ઓડેદરા,તેમજ તાર મહંમદ દલ, ધનસુખ જેરામ હિરપરા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ વીરજી વઘાવી, પરેશ જમિયત દલાણી, વૃંદાવન પ્રભુદાસ તન્ના,સિદીક રહેમાન બેલીમ પટણી અને સૂર્યકાંત નાનાલાલ સવાણીને પોલીસે ઝડપી લીધા હતા.
અહેવાલ :હાર્દિક વાણીયા વંથલી

IMG_20220525_163918.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *