બાવળના ઝાડમાં લાશ ફસાયેલ હોવાની જાણ થતાં ગામલોકો ઉમટી પડયા….
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વંથલી તાલુકાના નાવડા નજીક પસાર થતી ઉબેણ નદીમાં ભારે પુર આવ્યું હતું.પાણી નો પ્રવાહ ઘટતા બાવળમાં એક ફસાયેલ પુરુષની લાશ નજરે આવી હતી. લાશ હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા ગામલોકો ઉમટી પડયા હતા.તપાસ કરતા લાશ આશરે 65 વર્ષીય નગાભાઇ રાઠોડ રહે ઝાંઝરડા ની હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને બહાર કાઢી પી એમ માટે ખસેડવામાં આવી હતી.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી