વંથલી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું….
શિબિરમાં ભાજપ પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા…
સમગ્ર ગુજરાતભરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ગુજરાતભરમાં 550 રક્તદાન કેમ્પનું આયોજન કરી 51000 જેવી બ્લડ ની બોટલો કરવાના સંકલ્પ સાથે આજરોજ વંથલી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે વંથલી તાલુકાના યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના રક્તદાન કેમ્પમાં 70 થી પણ વધુ રક્તની બોટલો એકઠી થઈ હતી. આ કેમ્પમા એકઠી થયેલ બ્લડની બોટલો સગર્ભાસ્ત્રી અથવા ઇમરજન્સી ઓપરેશન વાળા દર્દીઓને તાત્કાલિક મળી રહે તેવા એક માત્ર હેતુથી યોજવામાં આવ્યો હતો.આ તકે પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ,માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ભાઈ ખટારિયા, જૂનાગઢ જિલ્લા પ્રભારી ઋષિભાઈ વેકરીયા,જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ રાઠોડ,જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી મહેશ ભારાઈ,ઘનશ્યામ કોટડીયા,વંથલી તાલુકાના યુવા ભાજપ પ્રમુખ સંજય જાદવ,મહામંત્રી હાર્દિક ચાવડા સહિતના જૂનાગઢ જિલ્લા અને વંથલી તાલુકાભર માંથી હોદેદારો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતી બાદ તમામ કાર્યકર્તાઓ અને હોદેદારો એકી સાથે ભોજન લઇ શકે તેવુ આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ હાર્દિક વાણીયા વંથલી


