Gujarat

વંથલી નગરપાલિકામાં પાણી પ્રશ્ને ને મહિલાઓ બની રણચંડી નગરપાલિકા કચેરીએ આવી માટલાઓઓ ફોડી કર્યો હલ્લાબોલ

નગરપાલિકાઓના પદાધિકારીઓ દ્વારા ખાતરી અપાતા સમગ્ર મામલો થયો શાંત…

વંથલી

વંથલી નગરપાલીકા વિસ્તાર સાંતલપુર ધાર ખાતે ઘણા વર્ષોથી ઘેરાયેલી રહેતી મહિલાઓ વિશાળ સંખ્યામાં એકત્રીત થઈ નગરપાલિકા કચેરી એ આવી સૂત્રો બોલી મટકાઓ ફોડી હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.મહિલાઓ ની મુખ્યત્વે માંગણી ઘેર ઘેર નળ કનેક્શન મારફત પાણી આપવાની હતી.જે સંદર્ભે વંથલી નગરપાલિકાના શાશક પક્ષના નેતા સિરાજ વાજા દ્વારા મહિલાઓ ને આશ્વાશન આપી નગર પાલિકા દ્વારા નળ” સે જલ” યોજના દ્વારા સરકાર શ્રીમાં દરખાસ્ત કરી હોવાનું કામચલાઉ વ્યવસ્થાના ભાગ રૂપે પાણીની ટાંકી દ્વારા પાણી પૂરું પાડવાની બાહેધરી આપતા મહિલોમાં રાજીપો છવાય ગયો હતો.
અત્રે ઉલેખનીય છે કે છેલલા ઘણા સમયથી વંથલી નગર પાલિકામાં ભાજપ સતા પર હોવા છતાં પાણી ની વિકટ પરિસ્થિતિ ને હલ કરવાંમાં નિષ્ફળ નિવડતા ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.આવનારી વિધાનસભા ચૂંટણી ને અનુલક્ષી ને વચનોની લહાણી કરનાર ભાજપ સરકાર આ મહિલાઓનો અવાજ સાંભળસે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે……

અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી
Attachments area

Screenshot_20220202_142346.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *