Gujarat

વંથલી પોલીસ ના તાબા હેઠળ આવેલ વાડલા ફાટક પાસે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ…..

દ્વારકેશ ડીલક્ષ નામની હોટલમાં ખુલ્લેઆમ વેચાણ……
સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાઇરલ….
અનેક વખત રજૂઆત કરવા છતાં વંથલી પોલીસના આંખ મીંચામણાં…..
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા પોલીસ સ્ટેશન ના તાબા હેઠળ આવેલ વાડલા ફાટક નજીક દ્વારકેશ ડીલક્સ નામની હોટલમાં ખુલ્લેઆમ દેશી દારૂ નો વેચાણ કરતો વીડિયો  સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છતાં ખુલ્લેઆમ વેચાણ કરવાની છૂટ કોણે આપી હસે તેવા અનેક સવાલો પંથક ની જનતાને સતાવી રહ્યા છે.
     વંથલી પોલીસને અનેક વખત જાણ કરવા છતાં પોલીસ મુખપ્રેક્ષક બની શા માટે જોઈ રહી છે.?કેમ કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં અચકાઈ રહી છે.?વંથલી પોલીસ મોટા ગુના ના આરોપીઓને ગણતરી ની કલાકોમાં ઝડપી સકતી હોય તો હાઇવે પર ખૂલે આમ વહેંચાતા દેશી દારૂ ની ખબર નહી હોય કે શું??
વંથલી પોલીસ પેટ્રોલીંગ દરમિયાન અનેક વખત આ હોટલ પાસેથી પસાર થતી હોય છે.તેમ છતાં પોલીસની નજરમાં ખુલ્લેઆમ થતું વેચાણ નજરે નહી આવ્યું હોય??આવા ઘણાબધા સવાલો વંથલી પંથકની જનતાને સતાવી રહ્યા છે.હવે જોવું એ રહ્યું કે આવનારા દિવસોમાં પોલીસ દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે??
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220405_151042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *