Gujarat

 વંથલી પોલીસ પર વધુ એકવાર દબંગગીરી ના આક્ષેપો લાગ્યા પોલીસ સ્ટેશનમાં વકીલોનું અપમાન થતું હોવાનો બાર એસોસિએશનએ કર્યો આક્ષેપ….

વંથલી
વંથલી પોલીસ સ્ટેશન જાણે કે વિવાદો માટેનું કેન્દ્ર બિંદુ હોય તેમ એક પછી એક વિવાદો સર્જ્યા કરે છે. ડો.આંબેડકર પ્રતિમા હોય,ટ્રક તોડકાંડ પ્રકરણ હોય કે પછી સતાધારી પક્ષના ઈશારે રાજકીય હસ્તક્ષેપ કરાતો હોય સતત વિવાદોના વમળમાં ઘેરાયેલી રહેતી વંથલી પોલીસ સ્ટેશનનું વધુ એક વિવાદાસ્પદ વલણ સામે આવ્યું છે.
વિગતવાર જોઈએ તો વંથલીના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી બી.સી.બલવા પોતાના અસીલ સાથે કોર્ટના હુકમ લઈ મોટરસાયકલ છોડાવવા વંથલી પોલીસ સ્ટેશને જતા વંથલી પોલીસના જવાબદાર કર્મચારીઓ દ્વારા તેઓની સાથે અપમાનજનક વર્તન કરાયા હોવાની રાવ તેઓએ બાર એસોસિએશન વંથલીને કરેલ હતી જે સંદર્ભે બાર કાઉન્સિલ વંથલી દ્વારા ઠરાવ કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા નક્કી કરાતા વંથલી પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે વંથલી પોલીસ સ્ટેશન સામે અવારનવાર આવી ફરિયાદો થઈ રહી છે ત્યારે બાર એસોસીએશને ઠરાવ કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા નું નિર્ણય લીધેલ છે,વકીલ શ્રી બલવા દ્વારા એસપી જુનાગઢને લેખિત ફરિયાદ કરી જણાવ્યું હતું કે પોતાના અસીલ નો મુદ્દા માલ મુક્ત કરવા કોર્ટ એ હુકમ કર્યો હોય અસીલ સાથે પોતે વંથલી પોલીસ સ્ટેશન ગયેલ હતા ત્યાં ફરજ પરના જવાબદાર કર્મચારીઓ દ્વારા અસિલોની હાજરીમાં માનહાની થાય તેવા શબ્દો ઉચ્ચારી વકીલાતના વ્યવસાયને નુકસાન કરવાના એકમાત્ર ઇરાદે વર્તન કર્યું હોવાની ફરિયાદ કરી છે નામદાર સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટના પ્રસિદ્ધ થયેલા પ્રતિવાદીત સિદ્ધાંતો અનુસાર જ્યારે કોઈ અસીલ વકીલાત કરતા વકીલને એડવાઈઝર તરીકે સાથે લઈ જાય તો પોલીસે સહકાર આપવો જોઈએ તેના બદલે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે,અને ઠરાવમાં વધુ જણાવ્યું છે કે જો જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા વંથલી પોલીસ સ્ટેશનના ઉકત કર્મચારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ફરજ પડશે,હવે જોવું એ રહ્યું કે સામાન્ય લોકોની ફરિયાદ તો ઠીક પણ હવે વકીલોની રજૂઆત પણ વંથલી પોલીસ વિરુદ્ધ થઈ રહી છે ત્યારે ડીએસપી જુનાગઢ પગલાં લેશે કે કેમ તેના ઉપર મીટ મંડાઈ છે
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20221015_115950.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *