Gujarat

વંથલી મામલતદાર ખાતે ગૌમાતા પોષણક્ષમ યોજના ની બેઠકમાં ગૌશાળા સંચાલકો એ બેઠકનો વિરોધ કર્યો….  મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ….            

ગૌશાળા ના સંચાલકો પર રાજ્ય સરકાર દ્વારા માનસિક અત્યાચાર કરવામાં આવે છે.કારણ કે હાલમાં કોર્પોરેશન કે નગરપાલિકા માં રખડતી ભટકતી ગાયો ફરજિયાત ગૌશાળાને આપવાની યોજના રાજ્ય સરકારે બનાવી છે. પરંતુ ગૌશાળાઓ પાસે જમીનો નથી પૂરતી વ્યવસ્થા નથી ગાયોને રાખવા માટેના સેડ નથી ઘાસ ચારાની વ્યવસ્થા નથી તો બીજી તરફ પશુ ડોક્ટરોનો પણ અભાવ છે.જેના કારણે વંથલી તાલુકાની 35 થી વધુ ગૌશાળા ના સંચાલકો એકત્રિત થઈ મુખ્યમંત્રીને આવેદન પાઠવી પોતાની વેદના પહોંચાડી હતી..બીજી તરફ ગૌશાળાના સંચાલકોએ માંગ કરી હતી કે પહેલા ગૌશાળા ને ગાયોને સાચવવા માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે, ગૌશાળાઓને જમીન ફાળવવામાં આવે ત્યારબાદ રખડતી ભટકતી ગાયોને ગૌશાળામાં સાચવવા માટે કહેવામાં આવે.. વધુમાં ગૌશાળા ના સંચાલકોએ જણાવ્યું હતું કે 01/04/2022 થી ઉત્તર ગુજરાતમાં જે રીતે ગૌશાળા ઓને સહાય આપવામાં આવી છે.તે સહાય સૌરાષ્ટ્રમાં પહેલા ચૂકવવામાં આવે અને જો ગૌશાળાના સંચાલકોની વિવિધ માંગણીઓ નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં વંથલી તાલુકા સહિત જુનાગઢ જિલ્લાના તમામ ગૌશાળા સંચાલકો એકત્રિત થઈ ગાંધી માર્ગે આંદોલન કરશે…
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20221223-WA0065-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *