Gujarat

વંથલી હિંદુ સમાજ દ્વારા હિંદુ સ્મશાનમાં રાજકીય કિન્નાખોરી રાખી પીવાલાયક પાણી બંધ કરાતા લોકો માં રોષ મામલતદારને આવેદન પત્ર આપી કરાઈ રજૂઆત….             

 આજરોજ વંથલી સમસ્ત હિંદુ સમાજ દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદાર ને લેખિત આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે વંથલી ખાતે આવેલ હિંદુ સ્મશાન માં પીવા નાં પાણી ની વ્યવસ્થા ન હોય જે પાણી છે તે પીવાલાયક ન હોવાથી હિંદુ સમાજ નાં કાર્યકર મયુર ટીલવા દ્વારા નગર પાલિકા ને ફરિયાદ કરાતા જાન્યુઆરી ૨૦૨૨ ના ઠરાવ થી સ્મશાન પાસે આવેલ નગરપાલિકા નાં પૂર્વ પ્રમુખ સિરાજ વાજા ની વાડી નાં કુવા માં નગરપાલિકા ની માલિકી ની પાણી ની સબમર્શીબલ મોટર  નાખી પાણી ની વ્યવસ્થા કરવા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ આજરોજ મયુર ટીલવા સહીત હિંદુ સમાજ ના કાર્યકરોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્થાનિક ભાજપ નાં કાર્યકરો દ્વારા પોતાના અંગત રાજકીય લાભ તેમજ રાજકીય કિન્નાખોરી રાખી આ પાણી ને બંધ કરાવ્યું હતું. હાલ સ્મશાન માં આવેલ ફૂલ-છોડ પાણી વગર સુકાઈ રહ્યા છે ત્યારે સ્થાનિક ભાજપ નાં કાર્યકરો દ્વારા સ્મશાન મુદ્દે પણ રાજકારણ કરી સમસ્ત વંથલી નાં હિંદુ સમાજ ની ધાર્મિક લાગણી દુભાવી છે. જેને લઇ  સમગ્ર વંથલી શહેર નાં સમસ્ત હિંદુ સમાજ માં રોષ ભભૂકી ઉઠ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુત્વ નાં મુદ્દા ને મુખ્ય મુદ્દો બનાવી ચુંટણી લડતી  ભાજપ સરકાર ને નજીક ના સમય માં આવનારી વિધાનસભા ની ચુંટણી માં ભાજપ નાં સ્થાનિક કાર્યકરો દ્વારા હિંદુ સ્મશાન ને લઇ ઉભો કરવામાં આવેલ મુદ્દો ક્યાંક ને ક્યાંક ભાજપ ને ભારે નુકશાન કરી શકે તેવું રાજકીય વિશ્લેષકો નું માનવું છે.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20221010_213149.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *