રાજ્ય સરકારની પ્રજાલક્ષી ૨૦ વર્ષની સિદ્ધિઓ જન-જન સુધી પહોંચાડવાની સાથે કેન્દ્ર – રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વિતરણ કરવાની નેમ સાથે શરૂ થયેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા તા.૦૬-૦૭-૨૦૨૨ના રોજ જૂનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકાના કણેરી અને બાલાગામ ખાતે આવી પહોંચશે.
રાજ્યભરમાં તા.૫મી જુલાઈથી શરૂ થયેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાને આવકારવા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેશોદના અજાબમાં સવારે ૯-૩૦ કલાકે અને કણેરીમાં સાંજે ૪-૩૦કલાકે આ યાત્રા આવી પહોંચશે
આ યાત્રા દરમિયાન જનહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગની પ્રજાલક્ષી યોજનાઓનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
