Gujarat

વટવા જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચીંગ કરતી ગેંગના પાંચ સભ્યોની કરી ધરપકડ

અમદાવાદ
વટવા જીઆઈડીસી પોલીસે રાહદારીઓ અને વાહનચાલકોના મોબાઈલ ફોન સ્નેચિંગના એક ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી વધુ ૧૯ ગુનાનો ભેદ ઉકેલી મોબાઈલ સ્નેચીંગ કરતી ગેંગના પાંચ સભ્યોનો ધરપકડ કરી ૨૦ ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો. એસીપી પીજી જાડેજા અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ એન ડી નકુમના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ આઈ મકરાણી, સર્વેલન્સ સ્કોડના એએસઆઈ એમ એલ વાઘેલા, રવિકુમાર તથા એચઆરડી સચિનની ટીમે મોબાઈલ સ્નેચીંગ કરતા ઈમ્તિયાઝ ઉર્ફે હલેલો ઉર્ફે હટેલો શેખ( ઉ.૩૨ રહે.સરખેજ) મોહંમદ સમીર ઉર્ફે હવા કા ઝોંકા શેખ ( ઉ.૨૨) તથા શાહીલખાન ઉર્ફે શેરખાન પઠાણ(ઉ.ર૦ બંને રહે ગોમતીપુર)ને રાહદારીઓ પાસેથી સ્નેચીંગ કરેલા નવ મોબાઈલ તથા બાઈક સાથે ઝડપી પાડયા હતા. આરોપીઓની ઝીણવટભરી પુછપરછ કરતા ત્રણેએ કબુલાત કરી હતી કે જાઈદ શેખ તથા વિપિન શર્મા( બંને રહે રખિયાલ) અને તેઓ ત્રણે ભેગા મળી જે મોબાઈલ ફોન ચોરી લાવતા તેમાં વિપિન શર્મા ફોનના લોક તોડી આપતો હતો અન જાઈદ શેખ તેને બજારમાં વેચી દેવાનુ કામ કરતો હતો ત્યારબાદ સૌ સરખાભાગે રૂપિયા વહેચી લેતા હતા.ત્યારબાદ પોલીસે જાઈદ શેખ અને વિપિન શર્માની પણ ધરપકડ કરી સમગ્ર ગેંગને પકડી પાડી રાહદારીઓ અને વાહનચાલકોના મોબાઈલ ફોન સ્નેચીંગ કરવાન કુલ ૨૦ ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *