Gujarat

વડગામની સગીરા પર દુષ્કર્મનો આરોપીને ૨૦ વર્ષની સજા

પાલનપુર
વડગામ પંથકના એક ગામમાં રહેતી સગીરા તા. ૨૧ ઓગષ્ટ ૨૦૨૦ની રાત્રિએ એકાદ વાગે લઘુશંકા કરવા ગઇ હતી. ત્યારે જલોત્રાનો કાંતિભાઇ ઘેમરભાઇ પરમાર (ઠાકોર) તેણીનું મોંઢુ દબાવી ઘસડીને ઘરમાં લઇ ગયો હતો. જ્યાં ગોંધી રાખી દુષ્કૃત્ય આચર્યુ હતુ. બીજા દિવસે આ અંગે કોઇને વાત કરીશ તો સગીરા, તેના ભાઇ અને માતા- પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જ ઘરે મુકી ગયો હતો. જ્યાં તેણીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારજનોને જાણ કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પાલનપુરની પાંચમી એડીશનલ સેશન્સ અને સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ જે. એન. ઠક્કરે જીલ્લા સરકારી વકીલ જશુભાઇ એસ. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી કાંતિ પરમારને ઇપીકો ક. ૩૬૩, ૩૪૨, ૫૦૬ (૨), ૩૭૬ (એ) (૧) પોસ્કો કલમ ૪, ૬, તથા ૮ના ગૂનામાં ૨૦ વર્ષની સજા અને રૂપિયા ૧૦,૦૦૦નો દંડ જાે દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હૂકમ કર્યો હતો. આરોપીને કોર્ટે ઇપીકો ક.ની જુદીજુદી કલમોમાં તકસીરવાન ઠરાવી જુદી જુદી સજાનો ચુકાદો આપ્યો હતો. તેમજ ભોગ બનનારી સગીરાને રૂપિયા ૫ લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો.વડગામપંથકના એક ગામમાં રહેતી સગીરા બે વર્ષ અગાઉ લધુશંકા કરવા ગઇ હતી. ત્યારે જલોત્રાનો શખ્સ તેણીનું મોઢું દબાવી ઉઠાવી ગયો હતો. અને ઘરમાં ગોંધી રાખી દુષ્કૃત્ય ગુજાર્યુ હતુ. આ અંગે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ પાલનપુરની પોકસો કોર્ટમાં ચાલી જતાં પાંચમી એડીશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશે આરોપીને ૨૦ વર્ષની સજાનો ચૂકાદો આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *