Gujarat

વડાપ્રધાન ગાંધીનગરના હેલિપેડ મેદાન ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પોમાં સામેલ થયા

અમદાવાદ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્‌ગ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરના હેલિપેડ મેદાન ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પોમાં મોદી સામેલ થયા હતા. મોદી દ્વારા એક્ઝિબિશનમાં એચટીટી-૪૦ એરક્રાફ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલું આ સંપૂર્ણ ભારતીય બનાવટનું ટ્રેનર એરક્રાફ્ટ છે. ભારતીય સંરક્ષણ સેવાઓની પ્રાથમિક તાલીમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. એચએએલના અધિકારીના જણાવ્યા અનુસાર આ વિશ્વનું સૌ પ્રથમ એવું એરક્રાફટ છે. એચટીટી-૪૦નો ઉપયોગ માત્ર ઉડવા માટે જ નહીં, પરંતુ લડવા માટે પણ કરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટમાં અદ્યતન પ્રશિક્ષણ સુવિધાઓ પણ છે. જેમ કે, ટેક્ટિકલ ફોર્મેશન, બેઝિક ફાઇટર મેન્યુવર્સ, રેન્જ ઓપરેશન્સ, એર ટુ એર વેપન્સ અને એર ટુ ગ્રાઉન્ડ વેપન્સ ફંડામેન્ટલ્સ. ભવિષ્યમાં તેનું હથિયારયુક્ત મોડલ પણ વિકસાવવાનું આયોજન હોવાનું ઉમેર્યું હતું. ભારતમાં વિકસાવવામાં આવેલી લાઇટ વેઇટ અને મિડિયમ રેન્જ ગન્સ, અનમેન્ડ ગાઇડેડ વ્હિકલ, વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઇટ સિમ્યુલેટર, વિશિષ્ટ પ્રકારના રડાર, રાજસ્થાનના રણ વિસ્તારો અને પંજાબના સરહદી વિસ્તાર માટે ખાસ બનાવવામાં આવેલું માઇન ફિલ્ડ માર્કિંગ ઇક્વિપમેન્ટ સ-ઙ્મઙ્મ સહિત લશ્કરની વિવિધ પાંખો દ્વારા તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક હથિયારો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જે વિશેષ આકર્ષણરૂપ બની રહ્યા છે. કર્ણ કવચ- સંપૂર્ણ સ્વદેશી બનાવટના આ કવચમાં સૈનિકોના શરીરની સંપૂર્ણ સુરક્ષા માટેની આવશ્યક વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે, બુલેટપ્રૂફ જેકેટ, બેલિસ્ટિક હેલમેટ, ટેક્ટિકલ ગ્લોવ્ઝ, ની પેડ્‌સ ઉપરાંત લેઝર ડેઝલર, મિનિ રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સહિતનાં સુરક્ષા સાધનોનો સમાવેશ થાય છે. પૂર્ણ કવચ દૃષ્ટિ ટેન્ક- આ ટેન્ક દિવસે તેમજ રાત્રે સંપૂર્ણ વિઝિબિલિટી સાથે ૩૬૦ ડિગ્રીએ નજર રાખી શકે છે. દક્ષ ડિફ્યુઝર- ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ડિફ્યુઝર બોમ્બ, મોર્ટારને ડિફ્યુઝ કરવામાં તેમજ બે કિમીની રેન્જમાં મિસાઇલના વહન માટે આ વાહન અત્યંત ઉપયોગી છે. નેનો તથા માઇક્રો સેટ્‌લાઇટ્‌સ- ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવેલા અને યુદ્ધકળા તથા જમીન, પાણી અને વાતાવરણના અભ્યાસ માટે બનાવવામાં આવેલા આઈએમએસ-બીયુએસ તથા ઇન્ડિયન-ભૂતાન સેટેલાઇટ તેમજ અન્ય નેનો સેટેલાઇટ્‌સનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ વ્યાવસાયિક, સરકારી, શૈક્ષણિક તથા એપ્લિકેશન્સમાં વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વનો બની રહે તેમ છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *