ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી જન્મદિવસ તા. ૧૭મી સપ્ટેમ્બરે અમદાવાદમાં સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે ભવ્ય સમાપન કરાશે-સ્પર્ધાના તમામ સ્પર્ધકોને સહભાગી કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો વિદ્યાર્થીઓ ઉપરાંત ક્વિઝમાં ભાગ લેનારા અન્ય પ્રજાજનોને પણ પ્રવાસનો લાભ અપાશે. સમગ્ર સ્પર્ધા દરમ્યાન રૂ. રપ કરોડથી વધુ રકમના ઇનામો આપવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ક્વિઝમાં ધો.૯ થી ૧૨ શાળા કક્ષાના, કોલેજાે અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના પ્રજાજનો પણ ભાગ લઇ શકે છે. રાજ્યકક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવશે. અને રાજ્યના પ્રજાજનોમાંથી ૭૫૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં કોલેજ કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે ૫ લાખ, ૩ લાખ અને ૧.૫ લાખ ઇનામ આપવામાં આવશે. ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં શાળા કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે ૩ લાખ, ૨ લાખ અને ૧ લાખ ઇનામ આપવામાં આવશે પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા – નગરપાલિકા/વોર્ડ કક્ષાએ દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ. ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજવામાં આવશે. આ ક્વિઝ અઠવાડીયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિજીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય રમતનુ આયોજન ગુજરાતમાં ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય રમતનુ આયોજન ગુજરાતમાં દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ અને પ્રજાજનોમાંથી ૨૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે. તાલુકા કક્ષાની સ્પર્ધામાં ૧.૫૦ લાખ વધુ વિજેતાઓના પરિવારના ચાર સદસ્યોને એક વર્ષ દરમ્યાન સાયન્સ સિટીની વિનામૂલ્યે સ્ટડી ટૂર કરાવાશે જિલ્લા કક્ષાએ યોજાનારી ક્વિઝના ૮૨૦ વિધાર્થીઓ અને ૪૧૦૦ પ્રજાજનો વિજેતાઓને ઝોન વાઇઝ બે દિવસ પ્રવાસનો લાભ અપાશે. રાજ્ય કક્ષાએ યોજાનારી ક્વિઝના ૧૫૦ વિધાર્થીઓ અને ૭૫૦ પ્રજાજનો વિજેતાઓને ઝોન વાઇઝ ત્રણ દિવસ પ્રવાસનો લાભ અપાશે
