પાવાગઢ
વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાનાં દર્શન કરીને પીએમ મોદીએ વિકાસકામોનું લોકાર્પણ કર્યુ હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેઓ પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે. ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જાેડાયેલો છે. પાવાગઢ સાથે જાેડાયેલા ઇતિહાસ મુજબ ૫૦૦ વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો. મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દીધું હતું. મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર ૫૩૮ વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે પાવાગઢનો વર્ષો જૂનો ઇતિહાસ પાછો થશે. વડાપ્રધાન શનિવારે સવારે આવીને મંદિરમાં પૂજા-અર્ચના કરશે. જ્યારે પીએમ મોદીનો વિરાસત વનનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતાં આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી, જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં ૨૦૦૦ લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી ૨૨૦૦ પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દૂધિયા તળાવ સુધી ૫૦૦ નવાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે, સાથે જ દૂધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે, સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જાેડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે. વડાપ્રધાન વડોદરાના લેપ્રસી મેદાન ખાતે પહોંચશે ત્યારે તેમનું રંગારંગ કાર્યક્રમથી ભવ્ય સ્વાગત પણ થશે. વડાપ્રધાન સ્ટેજ પરથી રૂા.૨૧ હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણીપુરવઠા, મલિન જળ શુદ્ધીકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર પીએમ મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર ૫૦૦ વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ૫૦૦ વર્ષ પહેલાં મહેમૂદ બેગડાએ મહાકાળી માતાના મંદિર પર આક્રમણ કરી તેના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે ૫ સદી બાદ પહેલીવાર ધજા લહેરાઈ હતી.


